Neeta Reshamiya Blog on 5min.at 5 pm on 22nd March 2020

         દૂર દૂર ફિર ભી કિતને પાસ પાસ

સવારે પાંચ  વાગ્યે પંખીઓનાં કલરવ થી ઉગેલો દિવસ  સાંજે પાંચ વાગ્યે તાળી, થાળી, ઢોલ, શંખ, ઘન્ટ, મંજીરા, ખંજરી નાં નાદથી રણકી ઉઠ્યો અને માત્ર પાંચ મિનિટમાં સમગ્ર સૃષ્ટિ ને ચેતનવંતી કરી ગયો. એવું લાગ્યું જાણે પ્રકૃતિ અને પરમાત્માનાં મિલનનાં વધામણાં ગાવાં માણસોએ કોઈ સુમધુર સંગીત છેડયું હોય.  કેવો અદભૂત સંયોગ !

આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર પાંચ મિનિટની તાળીઓ પડાવીને માનવહિતનાં અનેક લક્ષ્ય સાધ્યાં એવું ચોક્કસ પણે કહી શકાય.

ભારતમાં 130 કરોડ જનતાએ એક સાથે પાડેલી પાંચ મિનિટ ની તાળીઓને વિશ્વ પ્રાર્થનાનો ગુંજારવ બનાવવાનું લક્ષ્ય. એનાં થકી ઉત્પન્ન થયેલી માનવ  ઊર્જાને આખા બ્રહ્માંડની ઊર્જા બનાવવાનું લક્ષ્ય.  દિવસે દિવસે સંકુચિત થઈ રહેલી માનવ સંવેદનાઓને માત્ર પાંચ મિનિટમાં વૈશ્વિક ધોરણે વિસ્તારવાનું લક્ષ્ય પ્રકૃતિનાં સંગીત પર માનવ હૃદયને ધબકતાં શીખવાડવા નું લક્ષ્ય. તરડાયેલાં , ધવાયેલાં , રિસાયેલાં  સંબંધોને મલમ લગાડવાનું લક્ષ્ય. અનિશ્ચિતતા  ભર્યાં  વાતાવરણમાં પણ સકારાત્મકતા સાથે લક્ષ્ય તરફ આગળ વધતાં રહેવાનું લક્ષ્ય

ડોકટરો, નર્સો, સ્વાસ્થ્યસેવા અને સુરક્ષાકર્મીઓ ની સાથે સાથે પૂરા પરિવાર ની માંગણીઓ પૂર્ણ કરવામાં જનતા કરફ્યુ દરમ્યાન પણ વ્યસ્ત રહેનાર સ્ત્રીઓ માટે પણ આભાર વ્યક્ત થયો. 22 માર્ચ 2020 રવિવાર; જનતા કરફ્યુનાં દિવસે સાંજે  પાંચ વાગ્યે માત્ર  પાંચ મિનિટની તાળીઓ પાડવાનો કીમિયો કોરોના ભગાડવામાં તો કારગત નીવડશે જ પણ એથી ય વધુ, હમ દૂર દૂર ફિર ભી  કિતને પાસ પાસ, ની સમજણ વિકસાવવાનું કામ કરશે.

આશા કરીએ કે અતિ ઉત્સાહિત થઈને વિડિયો ઉતારવાં ઘર બહાર ધસી આવેલાં કે ટોળામાં મ્યુઝિક વગાડતાં રસ્તે ઉભરાઈ પડેલાં માણસો સમજે કે કોરોના ને ભગાડવાની લડાઈ ઘણી લાંબી છે.

અંતે આપણે સૌ એ એટલું તો યાદ રાખવું જ પડશે કે ચેતતો નર (અને નાર પણ) સદા સુખી.

વિશ્વ સુખની પ્રાર્થના સાથે અહીં જ વિરમશું. આભાર.
                                                   .......નીતા રેશમિયા

Comments

Popular posts from this blog

ભક્તિ કે પલાયનવાદ ?

Life is beautiful ; worthy living, laughing & enjoying