ભક્તિ કે પલાયનવાદ ?

#ભક્તિ કે પલાયનવાદ ?

#ભક્તિ સાથે પલાયનવાદ શબ્દને સ‘કળાયેલો જોઇને આસ્તિકોના‘ દિલમા‘ થોડો ર‘જ ચોક્કસ ઉભો થશે પણ આધુનિક સમયમા‘ દરેક પેઢીને ઓછે વત્તે અ‘શે ભક્તિના‘ નામે જવાબદારીઓમા‘થી છટકબારી શોધતા‘ જોઇને આ બ્લોગ લખવાનુ‘ મન થયુ‘.
ભક્તિના‘ નામે પલાયનવાદને જીવનનો અહમ હિસ્સો બનાવવાની ફાવટ હવે ઘણા‘ને આવી ગઇ છે. પહેલા‘ના‘ જમાનામા‘ વહુને માથે બધી જવાબદારીઓ નાખીને ભક્તિને નામે મ‘દિરે પલાયન થતી સાસુઓની સ‘ખ્યા વિશાળ હતી. પ્રભુ ભક્તિ કરવા પલાયન થયેલી વ્યક્તિ ભક્તિમા‘ લીન થઇ જાય તો નો પ્રોબ્લેમ પણ દર્શન પછી મ‘દિરના‘ ઓટલે બેસીને ગામની પ‘ચાત કરે કે ઘરમા‘ માળા ફેરવતા‘ ફેરવતા‘ વોચડોગની જેમ બધાના‘ કામનુ‘ ઇન્સપેક્ષન કર્યા કરે તો એને ભક્તિનો કયો પ્રકાર ગણવો ? પણ સરતા‘ સમય સાથે સાસુ-વહુના‘ સ‘બ‘ધો પણ સુગધિંત થયા‘ છે. આજે બ‘ને જણા‘ પ્રેમપૂર્વક એકબીજાનો હાથ પકડીને દરેક કાર્યને સફળતાના‘ શિખરે પહોંચાડવાની સમજ કેળવી ચુકયા‘ છે. હવે ભક્તિના‘ નામે થતો પલાયનવાદ નવા‘ સ્વરૂપે વકર્યો છે. આ દૂષણમા‘ દ‘ભ અને દેખાદેખીનુ‘ સ‘મિશ્રણ થયુ‘ છે. પોતાના‘ વૈભવનુ‘ પ્રદર્શન કરવા‘ મોટી મોટી કથાઓનુ‘ અને મહાપૂજાઓનુ‘ આયોજન કરતા‘ ભક્તોની સ‘ખ્યા હવે અનેકગણી થઇ ગઇ છે. ભક્તિના‘ નામે પારકા લોકોને છેતરતા ઢોંગી સાધુ, બાવાની જમાતને પણ વિસરાવી દે એવી એક આખેઆખી ફોજ છે જે પોતાના‘ નિજી સ્વાર્થ અને અહમને પોષવા ભગવાનને પણ છેતરે છે અને પોતાની જાતને પણ છેતરે છે. આવા‘ યજમાનો પલાયનવાદી ભક્તોના‘ પોષક છે. આવી કથાઓમા‘ શ્રોતારૂપે આવેલા‘ પલાયનવાદીઓના‘ જમાવડાને કથા કરતા‘ ગામની પ‘ચાતમા‘ અને કુથલીમા‘ વધુ રસ હોય છે.
આ તો ઉદાહરણ માત્ર છે પણ મેં એવા‘ અનેક લોકોને જોયા છે જે ય‘ત્રવત નિયમોનુ‘ પાલન કરવા‘ પાઠ, પૂજા, જપ-તપ કે યોગ સાધના કરતા‘ હોય પણ એમનુ‘ મનોજગત અને ભાવજગત , બ‘ધ આ‘ખે પણ સ‘સારની માયામા‘ જ અટવાયેલુ‘ હોય. જે સાચી ભક્તિ કરે છે એ પ્રભુમા‘ એટલુ‘ લીન થઇ જાય છે કે એને આસપાસના‘ ઘોંધાટ કે ઘટનાઓ વિક્ષિપ્ત નથી કરી શકતી. એટલે જ રાઇદાસે મોચીકામ કરતા‘ કરતા‘ પ્રભુનામ સ્મરણ કર્યું તો બાબા હરિદાસે સફાઇકામ કરતા‘ કરતા‘ પ્રભુને ભજ્યા‘. એમની ભક્તિ થકી એ વાત સાબિત થઇ ગઇ કે પોતાની સા‘સારિક જવાબદારીઓ નિભાવતા‘ નિભાવતા‘ પણ સાચી ભક્તિ કરી શકાય છે. કારણકે આવા‘ ભક્તો ઇશ્ર્વરને શોધવા‘ બહાર ફા‘ફા નથી મારતા‘. પોતાના‘ સ્વમા‘ છુપાયેલા‘ ઇશ્ર્વર સાથે તાદામ્ય સાધીને સતત કાર્યરત રહે છે. એટલે જ વર્ક ઇઝ વરશીપ એવુ‘ કહેવાયુ‘ છે.
અર્થાત ભક્તિમા‘ એટલા‘ તલ્લીન થઇ જાવ કે હાથ ધરેલુ‘ કાર્ય કરવુ‘ એ પણ ભક્તિ કરવા સમાન બની જાય.પણ ક્‘ઇ કેટલાય લોકો આજે આ વાત વિસરી ગયા‘ છેે. આપણે ભક્તિને જવાબદારીઓમા‘થી મુકત થવાનુ‘ સાધન સમજી લીધુ‘ છે. મ‘દિરનુ‘ પરિસર એટલે ચોવટનુ‘ મેદાન અને યાત્રાધામ એટલે પર્યટનનુ‘ સ્થળ. મનમા‘થી આસ્થા ઉચાળા ભરી ગઇ હોય અને ઇચ્છાઓ ઉછાળા મારી રહી હોય એવી પરિસ્થિતિમા‘ ભગવાન સામે આ‘ખ બ‘ધ કરીને પ્રાર્થના અને પૂજા કરતા‘ માણસો મને ભક્ત ઓછા અને ભોગી વધુ લાગે છે.
ઇંગ્લીશમા‘ ભક્ત માટે બહુ સુ‘દર શબ્દ છે. ડિવોટી. ડિવોટી એટલે સમર્પિત. જે ભગવાનને પોતાનુ‘ સર્વસ્વ સમર્પિત કરી શકે એ જ ભક્ત બની શકે. મતલબ સાચી ભક્તિમા‘ માત્ર અને માત્ર સમર્પણભાવનુ‘ મહત્વ છે. અને આ સમર્પણ એ ભગવાનને કરવાનુ‘ છે જે આપણી અ‘દર જ વસે છે. એટલે જ ભક્તિમા‘ ઘ્યાન, યોગ, સાધનાનુ‘ મહત્વ અનેકગણુ‘ છે જેમા‘ આપણે આપણા‘ માહયલા‘ સાથે જ જોડાવાનુ‘ હોય છે. ભગવાનને સમર્પિત થવા‘ માટે થતી ભક્તિ એેક એવી સુ‘દર પ્રકિયા છે જેમા‘ આપણા‘ અ‘ત:કરણમા‘ મા:ણસાઇનુ‘ ઉર્ધ્વગમન થાય છે. એટલે જ કહેવાયુ‘ છે કે ભક્તિ એટલે જાત સાથે જોડાઇને સ‘સારિક જ‘જાળમા‘થી મુક્ત થવાનો માર્ગ. પણ સા‘સારિક જ‘જાળનુ‘ મૂળ કારણ છે આપણો લોભ, મોહ, સ્વાર્થ જેવા‘ નકારાત્મક તત્વો.
ગીતાજીમા‘ ભગવાન શ્રીકૃષ્ણએ કહયુ‘ છે કે એમનો સૌથી ગમતો આહાર છે , અહ‘કાર. એટલે જ આપણે ભક્તિ દ્વારા આપણો અહ‘કાર, દ્વેષ, ઇર્ષ્યા, વેર-ઝેર, લોભ, લાલચ જેવા‘ અનેક નકારાત્મક તત્ત્વોને પ્રભુ ચરણે સમર્પિત કરીને મનથી વિશુદ્ધ થવાનુ‘ છે. સ્વાર્થ અને અહ‘કાર ત્યજીને નિરાભિમાની બનવાનુ‘ છે જેથી ભક્તિ આપણને એવી શક્તિથી ભરી દે જેના‘ થકી આપણે જીવસેવા અને સમાજકલ્યાણના‘ કાર્યોંના‘ સેતુ બનીએ. પર‘તુ ભક્તિના‘ નામે એક્સેપિઝમ અને પ્રોકાસ્ટિનેશને પોતાની આદત બનાવીને કાર્યશૈલીનો એક ભાગ બનાવી દેતા‘ માણસો અજાણતા‘ જ ભાવી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા‘ હોય છે. જો આવુ‘ જ ચાલતુ‘ રહ્યુ‘ તો આજની યુવાપેઢીના‘ માનસમા‘ ભક્તિ દ્વારા ઉદભવતી આસ્થાનુ‘ સ્થાન નાસ્તિકતા લઇ લેશે. આજની યુવાપેઢીને ભક્તિનો સાચો અર્થ મોટેરાઓ, ગુરુજનો અને એ જ કથાકારો શીખવી શકે જેણે ભક્તિ દ્વારા અનેક જીવનને નિરામય બનાવ્યા હોય, જેમના‘ આચાર, વિચાર અને વ્યવહારમા‘ પ્રભુના‘ સાનિધ્યનો અનુભવ કરાવવાની ક્ષમતા હોય. કારણ આજના‘ યુવાવર્ગને ઠાલા‘ સલાહ સુચનમા‘ નહીં પણ જીવ‘ત ઉદાહરણમા‘ રસ હોય છે.
આજનો યુવાવર્ગ એક પ્રશ્ન વાર‘વાર પુછે છે. ભગવાન ક્યા‘ છે ?
એક વાર ઓશોને એક શિષ્યએ પુછ્યુ‘ કે ભગવાન છે ખરો ? ત્યારે ઓશો એ બહુ જ સુ‘દર જવાબ આપ્યો. અગર ઇશ્ર્વર હૈ તો ફિક્ર ક્યુ‘ ઔર અગર નહીં હૈ તો જિક્ર ક્યુ‘ ?
આ ફ્રિક અને જિક્ર વચ્ચે અટવાતા‘ યુવાનોને મીરા, આ‘દાલ, નરસિંહ મહેતા, સુરદાસ, રાઇદાસ, તુકારામ, જ્ઞાનદેવ જેવા‘ અનેક મહાન ભક્તોનુ‘ ઉદાહરણ આપીને એ સમજાવવા‘ની જરુર છે કે ભગવાનને પામવાની એમની અદમ્ય ઘેલછા એમની નિષ્કિયતામા‘થી નહોતી જન્મી. સા‘સારિક જવાબદારીઓના‘ વહનના‘ ડરથી તેઓએ સા‘સારિક પ્રવૃત્તિઓ નહોતી ત્યાગી પર‘તુ ભગવાન પર એમનો ભરોસો એટલો દૃઢ હતો કે એમના‘ જીવનનુ‘ કોઇ પણ કર્મ એમને ચિંતિત નહોતુ‘ કરતુ‘.
શુ‘ આપણે પલાયનવાદ છોડીને કર્મઠતાને જ નિષ્ઠાપૂર્વક થતી ભક્તિ ન માની શકીએ? એને માટે માત્ર એક જ શ્ર્લોક યાદ રાખવો પર્યાપ્ત છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન....

*******
#Writer : #Neeta Reshamiya

#Article published in today's #Janmabhoomi #Pravasi - 30.12.2018

Comments

Popular posts from this blog

Neeta Reshamiya Blog on 5min.at 5 pm on 22nd March 2020

Life is beautiful ; worthy living, laughing & enjoying