Neeta Reshamiya Blog on 5min.at 5 pm on 22nd March 2020
દૂર દૂર ફિર ભી કિતને પાસ પાસ સવારે પાંચ વાગ્યે પંખીઓનાં કલરવ થી ઉગેલો દિવસ સાંજે પાંચ વાગ્યે તાળી, થાળી, ઢોલ, શંખ, ઘન્ટ, મંજીરા, ખંજરી નાં નાદથી રણકી ઉઠ્યો અને માત્ર પાંચ મિનિટમાં સમગ્ર સૃષ્ટિ ને ચેતનવંતી કરી ગયો. એવું લાગ્યું જાણે પ્રકૃતિ અને પરમાત્માનાં મિલનનાં વધામણાં ગાવાં માણસોએ કોઈ સુમધુર સંગીત છેડયું હોય. કેવો અદભૂત સંયોગ ! આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર પાંચ મિનિટની તાળીઓ પડાવીને માનવહિતનાં અનેક લક્ષ્ય સાધ્યાં એવું ચોક્કસ પણે કહી શકાય. ભારતમાં 130 કરોડ જનતાએ એક સાથે પાડેલી પાંચ મિનિટ ની તાળીઓને વિશ્વ પ્રાર્થનાનો ગુંજારવ બનાવવાનું લક્ષ્ય. એનાં થકી ઉત્પન્ન થયેલી માનવ ઊર્જાને આખા બ્રહ્માંડની ઊર્જા બનાવવાનું લક્ષ્ય. દિવસે દિવસે સંકુચિત થઈ રહેલી માનવ સંવેદનાઓને માત્ર પાંચ મિનિટમાં વૈશ્વિક ધોરણે વિસ્તારવાનું લક્ષ્ય પ્રકૃતિનાં સંગીત પર માનવ હૃદયને ધબકતાં શીખવાડવા નું લક્ષ્ય. તરડાયેલાં , ધવાયેલાં , રિસાયેલાં સંબંધોને મલમ લગાડવાનું લક્ષ્ય. અનિશ્ચિતતા ભર્યાં વાતાવરણમાં પણ સકારાત્મકતા સાથે લક્ષ્ય તરફ આગળ વધતાં રહેવાનું લક્ષ્ય ડોકટરો, નર્સો, સ્વાસ્થ્યસેવા અ